android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : બોપલમાં માટીમાં દબાઈ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ, હવે CG રોડ પર નવી શરૂઆત, ચાલકો બોલ્યા- વ્યવસ્થા સારી છે
calendar_today September 2, 2026

Ahmedabad : બોપલમાં માટીમાં દબાઈ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ, હવે CG રોડ પર નવી શરૂઆત, ચાલકો બોલ્યા- વ્યવસ્થા સારી છે

અમદાવાદમાં સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમને લઈને હવે વિરોધાભાસી તસવીર સામે આવી છે. સાઉથ બોપલના સોબો સેન્ટર વિસ્તારમાં લગાવવામાં આવેલી ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ ઉપયોગ વગર જ પડી રહી અને કેટલાક ફ્લેપ માટીમાં દબાઈ ગયા હોવાની સ્થિતિ સર્જાઈ છે. હવે આ સિસ્ટમને બોપલમાંથી અન્ય સ્થળે ખસેડવાની તૈયારી કરવામાં આવી રહી છે.CG રોડ પર આજથી સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ બીજી તરફ અમદાવાદના સૌથી વ્યસ્ત વિસ્તારોમાંના એક CG રોડ પર આજથી સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સ્ટેડિયમ ક્રોસ રોડથી પંચવટી ક્રોસ રોડ સુધીના વિસ્તારમાં 280 સ્માર્ટ ફ્લેપ પાર્કિંગ સ્લોટ કાર્યરત કરાયા છે.બોપલમાં ફ્લેપ દબાયા, સિસ્ટમ ખસેડવાની તૈયારીસાઉથ બોપલના સોબો સેન્ટર રોડ પર અગાઉ લગાવવામાં આવેલી સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમનો ઉપયોગ ન થતાં હવે તે સ્થળે પાર્કિંગની વ્યવસ્થા ફરી અસ્તવ્યસ્ત જોવા મળી રહી છે. AMC હવે ત્યાંની સિસ્ટમને અન્ય સ્થળે ખસેડવાની દિશામાં આગળ વધી રહી છે. અગાઉ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફ્લેપ પાર્કિંગના પાયલોટ અને સ્થાપન દરમિયાન અમલીકરણની સમસ્યાઓ પણ સામે આવી હતી.CG રોડ પર કાર પાર્ક કરો, ફ્લેપ આપમેળે લોક થશેCG રોડ પર નવી સિસ્ટમમાં કાર નિર્ધારિત સ્લોટમાં પાર્ક થતાં જ સેન્સર આધારિત ફ્લેપ બેરિયર ઉપર આવી વાહનને લોક કરશે. વાહન બહાર કાઢતી વખતે QR કોડ સ્કેન કરીને ડિજિટલ પેમેન્ટ કર્યા બાદ ફ્લેપ અનલોક થશે. પ્રથમ 5 મિનિટ માટે પાર્કિંગ મફત રહેશે. ત્યારબાદ પ્રતિ કલાક રૂ. 20નો ચાર્જ ચૂકવવો પડશે. આ વ્યવસ્થા માત્ર ફોર-વ્હીલર માટે છે અને રોકડ પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં.પહેલા માણસને શોધવો પડતો, હવે QR કોડથી પેમેન્ટCG રોડ પર પાર્કિંગ કરનારા કેટલાક કાર ચાલકોએ નવી વ્યવસ્થાને સારી ગણાવી છે. અત્યાર સુધી પાર્કિંગ ફી ચૂકવવા માટે પાર્કિંગ સંચાલકને શોધવાની મુશ્કેલી પડતી હતી, જ્યારે હવે QR કોડ સ્કેન કરીને સીધું ડિજિટલ પેમેન્ટ કરી શકાય છે.CG રોડ પર કેટલા સમય સુધી સફળતાપૂર્વક ચાલશે? જો કે મોટો સવાલ એ છે કે બોપલમાં જે સિસ્ટમ જમીનમાં દબાઈ ગઈ, તે જ ટેકનોલોજી CG રોડ પર કેટલા સમય સુધી સફળતાપૂર્વક ચાલશે? હવે આ નવી વ્યવસ્થાની સફળતા તેના નિયમિત સંચાલન અને જાળવણી પર નિર્ભર રહેશે.  આ પણ વાંચો  :   Sandesh Digital Explainer : ગુજરાતમાં ચોમાસાનો મૂડ બદલાયો, ઓગસ્ટમાં નોર્મલ કરતાં 41% ઓછો વરસાદ, આ જિલ્લાઓમાં 87% સુધીની ઘટ

Read Full Story arrow_forward
Bhavnagar News : કોઈ નોટિસ આપ્યા વગર જ તોડી પાડ્યા દબાણો! કુંભારવાડામાં ડિમોલેશન સામે સ્થાનિકોમાં ભારે રોષ
calendar_today September 2, 2026

Bhavnagar News : કોઈ નોટિસ આપ્યા વગર જ તોડી પાડ્યા દબાણો! કુંભારવાડામાં ડિમોલેશન સામે સ્થાનિકોમાં ભારે રોષ

ભાવનગર શહેરના કુંભારવાડા રેલવે ફાટક નજીક આવેલી 'મિલની ચાલી' વિસ્તારમાં નવા રસ્તાના નિર્માણ અર્થે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં રોડ બનાવવા માટે અડચણરૂપ બનતા ગેરકાયદે બાંધકામો પર મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમે પીળો પંજો ફેરવીને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. મિલની ચાલીના વિસ્તારમાં પાકો રોડ બનાવવામાં આવે તેવી સ્થાનિક રહીશો દ્વારા અગાઉથી રજૂઆતો કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આખરે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.અડચણરૂપ દબાણો દૂર કરાયામહાનગરપાલિકાના દબાણ હટાવ સ્ટાફ દ્વારા રોડના નિર્માણ માર્ગમાં વચ્ચે આવતા કાચા-પાકા બાંધકામોને દૂર કરીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરતા પહેલાં સંબંધિત કબજેદારો અને અડચણરૂપ દબાણકર્તાઓને નિયમ મુજબ અગાઉથી જ નોટિસ આપવામાં આવી હતી. રોડનું નિર્માણ કાર્ય ઝડપથી શરૂ થઈ શકે તે માટે તમામ ભૌતિક અવરોધો દૂર કરવામાં આવ્યા છે.સ્થાનિકોનો તંત્ર સામે ગંભીર આક્ષેપબીજી તરફ, આ ડિમોલેશન કામગીરીને પગલે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોએ તંત્રની કાર્યવાહી સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા તેમને લેખિત કે મૌખિક રૂપે કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કે નોટિસ આપવામાં આવી નહોતી. અચાનક જ દબાણ હટાવ ટીમ આવી પહોંચતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. નોટિસ આપવા મુદ્દે તંત્ર અને સ્થાનિકો વચ્ચે વિરોધાભાસી વાતો સામે આવતાં વિસ્તારમાં થોડા સમય માટે ઉત્તેજનાભર્યો માહોલ સર્જાયો હતો.આ પણ વાંચું : Ahmedabad SOG સેન્ટરમાં ખાખી લજવાઈ, માત્ર એક ખુરશી માટે બે પોલીસકર્મી બાખડ્યા, પાઇપ વડે મારામારી...

Read Full Story arrow_forward
Ahmedabad News : 2017ના બેંક ફ્રોડ કેસમાં CBI કોર્ટની મોટી કાર્યવાહી, બેંકને લાખોનું નુકસાન પહોંચાડનાર અધિકારી જેલહવાલે
calendar_today September 2, 2026

Ahmedabad News : 2017ના બેંક ફ્રોડ કેસમાં CBI કોર્ટની મોટી કાર્યવાહી, બેંકને લાખોનું નુકસાન પહોંચાડનાર અધિકારી જેલહવાલે

જયપુર સ્થિત CBI (CBI) સ્પેશિયલ કોર્ટે બેન્ક છેતરપિંડીના એક ગંભીર કેસમાં ચુકાદો આપતાં ઓરિએન્ટલ બેન્કના અધિકારી મુરારીલાલ મીણાને દોષિત ઠેરવ્યા છે. અદાલતે કૌભાંડી અધિકારીને 7 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપી અધિકારી પર રૂ. 4.30 લાખનો આર્થિક દંડ પણ ફટકાર્યો છે. બેન્કના નાણાંકીય હિતો સાથે ચેડાં કરનાર અને સત્તાનો દુરુપયોગ કરનાર અધિકારી સામે CBI કોર્ટના આ આકરા ફેંસલાથી બેન્કિંગ ક્ષેત્રમાં ગેરરીતિ આચરનારા તત્વોમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે.સત્તાનો દુરુપયોગ કરવો પડ્યો ભારેCBIની તપાસમાં બહાર આવ્યા મુજબ, આરોપી મુરારીલાલ મીણાએ ઓરિએન્ટલ બેન્કમાં પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગંભીર નાણાકીય ગેરરીતિ આચરી હતી. તેમણે બેન્કના નિયમોનો સરેઆમ ભંગ કરીને કુલ 25 જેટલા લોન ખાતાઓમાં ગીરો (મોર્ટગેજ) મુકેલી સિક્યોરિટીઝને ગેરકાયદેસર રીતે મુક્ત (રીલીઝ) કરી દીધી હતી. અધિકારીની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને મિલીભગતને કારણે ઓરિએન્ટલ બેન્કને કુલ રૂ. 83.69 લાખનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.વર્ષ 2017માં નોંધાઈ હતી ફરિયાદઆ સમગ્ર કૌભાંડ સામે આવ્યા બાદ 20 ડિસેમ્બર 2017ના રોજ CBI (CBI) દ્વારા આરોપી મુરારીલાલ મીણા વિરુદ્ધ સત્તાવાર રીતે કેસ નોંધીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન CBI દ્વારા એકત્ર કરાયેલા મજબૂત દસ્તાવેજી પુરાવાઓ અને કાનૂની દલીલોના આધારે કોર્ટે આરોપીને બેન્ક ફ્રોડના કેસમાં કસૂરવાર ઠેરવ્યો હતો. લાંબી શ્રમસાધ્ય કાનૂની પ્રક્રિયા બાદ આખરે CBI કોર્ટે આરોપી અધિકારીને 7 વર્ષની જેલ અને દંડની સજા સંભળાવીને દાખલો બેસાડ્યો છે.આ પણ વાંચો : Gir Somnath News : ત્રિવેણી સંગમ ઘાટ પર મહિલાઓની ગોપનીયતા સામે સવાલ! ચેન્જિંગ રૂમ બંધ, યાત્રિકોમાં રોષ

Read Full Story arrow_forward