android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : 2008માં મનપાએ બનાવેલા આવાસ જર્જરિત થયા, કામદારોના પરિવાર પર તોળાતુ જોખમ
calendar_today September 2, 2026

Surat News : 2008માં મનપાએ બનાવેલા આવાસ જર્જરિત થયા, કામદારોના પરિવાર પર તોળાતુ જોખમ

સુરત શહેરને દેશભરમાં સ્વચ્છતામાં અગ્રેસર રાખવા માટે દિવસ રાત મહેનત કરતા સફાઈ કર્મચારીઓ આજે પોતે જ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા નિર્મળનગર ખાતે ડો.આંબેડકર સફાઈ કામદાર આવાસનું સમગ્ર બિલ્ડિંગ અત્યંત જર્જરિત અને ખંઢેર હાલતમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે 200થી વધુ સફાઈ કામદાર પરિવારો જીવના જોખમે અહીં વસવાટ કરી રહ્યા છે.લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છેવર્ષ 2008માં સુરત મહાનગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે આ આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જોકે,આટલા ટૂંકા સમયગાળામાં જ આખી ઇમારત કંડમ હાલતમાં આવી ગઈ છે.હાલમાં આવાસ પરિસરમાં જ્યાં નજર કરો ત્યાં બિહામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.બિલ્ડિંગના વિવિધ ભાગોમાં સ્લેબમાંથી પોપડા ખરી રહ્યા છે અને છતના સિમેન્ટના પોપડા ઉખડી જતાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે.બિલ્ડિંગની મુખ્ય દીવાલોમાં મોટી-મોટી તિરાડો પડી ગઈ છે, જે ગમે તે ઘડીએ મોટો અકસ્માત કે હોનારત સર્જી શકે છે.રહીશોની રજૂઆત અને માગણીજો આ જર્જરિત ઘરોને તાત્કાલિક ખાલી કરાવવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના ઘટે અને નિર્મળનગરના સફાઈ કર્મી કે તેમના પરિવારજનોનો ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે.આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્મળનગર આવાસના રહીશોએ એકત્ર થઈને સુરત મનપા કમિશનર અને મેયરને લેખિતમાં અરજી પાઠવી છે.આ જર્જરિત આવાસનું તાત્કાલિક ધોરણે રી-ડેવલપમેન્ટ હાથ ધરવામાં આવે.કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી રહેવા માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ કામદારો પ્રશાસન સામે આજીજી કરી રહ્યા છે કે કોઈ અપ્રિય ઘટના બને તે પહેલાં તંત્ર જાગે અને તેઓને સુરક્ષિત આશ્રય આપે.આ પણ વાંચોઃ Sandesh Indepth : તમે નાની હોટેલો અને ખાણીપીણી બજારમાં જે લાલ ચોળ દેખાતો ટોમેટો સોસ ખાઓ છો તે અસલી છે?

Read Full Story arrow_forward
Uttarakhand માં મેઘ તાંડવ, કૈંચી ધામ પાસે શિપ્રા નદીનું રૌદ્ર સ્વરૂપ, ઘરોમાં ઘૂસ્યા પાણી, Video
calendar_today September 2, 2026

Uttarakhand માં મેઘ તાંડવ, કૈંચી ધામ પાસે શિપ્રા નદીનું રૌદ્ર સ્વરૂપ, ઘરોમાં ઘૂસ્યા પાણી, Video

ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદે ભારે તારાજી સર્જી છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા રાજ્યના 10 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને લીધે નદીઓ અને નાળા ઉભરાઈ જવાથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કૈંચી ધામ પાસે શિપ્રા નદીનું સ્વરૂપ અત્યંત ઉગ્ર બન્યું છે, જ્યારે નૈનિતાલ અને ચમોલીમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાતા પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને જનજીવન અસ્તવ્યસ્તઉત્તરાખંડમાં ભારે વરસાદે તારાજી સર્જી છે, જેના કારણે રાજ્યના ૧૦ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે નદીઓ અને નાળા ઉભરાઈ ગયા છે, જેનાથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઋષિકેશ અને હલ્દવાનીમાં નદીઓનું પાણી ભયજનક સપાટી વટાવી ચૂક્યું છે.કૈંચી ધામ પાસે શિપ્રા નદીનું ઉગ્ર સ્વરૂપપ્રખ્યાત કૈંચી ધામ નીમ કરોલી મંદિરની બહાર સામાન્ય રીતે શાંતિથી વહેતી શિપ્રા નદીનું સ્વરૂપ અચાનક એટલું ઉગ્ર બની ગયું કે સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. સોમવાર રાતથી સતત પડેલા વરસાદને કારણે શિપ્રા નદી પાણીથી છલકાઈ ગઈ હતી. જોકે, મંગળવારે ભક્તોની સંખ્યા ઓછી હોવાથી અને મંદિરની રક્ષણાત્મક દીવાલો મજબૂત હોવાથી કોઈ મોટું નુકસાન થયું ન હતું. નૈનિતાલ અને ચમોલીમાં પૂર અને જોખમી સ્થિતિનૈનિતાલ જિલ્લાના પાંડેછોડ ગામમાં કાકરિયા નાળાનું પાણી ઉભરાઈને બે ડઝન ઘરોમાં ઘૂસી ગયું હતું, જેથી ૨૩ પરિવારોને સ્થળાંતર માટે નોટિસ અપાઈ છે. આ ઉપરાંત, ચમોલીના કર્ણપ્રયાગમાં પિંડર નદીનું પાણી રહેણાંક મકાનો અને હોટલોને સ્પર્શી રહ્યું છે, જેનાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે. વહીવટીતંત્રની સતર્કતા અને નાગરિકો માટે અપીલવહીવટીતંત્ર દ્વારા નદી કિનારે અને સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સતત સાવચેત રહેવા તથા નદી-નાળાની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે. નદીના કાંઠે કરવામાં આવેલા અનિયમિત બાંધકામો પણ જોખમ બની રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે.આ પણ વાંચોઃ Strait of Hormuz પર અમેરિકાનું સંપૂર્ણપણે નિયંત્રણ, ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો દાવો!

Read Full Story arrow_forward
વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર વધતા પૂરનુ સંકટ
calendar_today September 2, 2026

વારાણસીમાં ગંગા નદીનું જળસ્તર વધતા પૂરનુ સંકટ

[null,"\u0a95\u0ac7\u0aa8\u0acd\u0aa6\u0acd\u0ab0\u0ac0\u0aaf \u0a9c\u0ab3 \u0a86\u0aaf\u0acb\u0a97\u0aa8\u0abe \u0a85\u0ab9\u0ac7\u0ab5\u0abe\u0ab2 \u0aae\u0ac1\u0a9c\u0aac \u0a97\u0a82\u0a97\u0abe\u0aa8\u0ac1\u0a82 \u0a9c\u0ab3\u0ab8\u0acd\u0aa4\u0ab0 \u0a86\u0ab6\u0ab0\u0ac7 70 \u0aae\u0ac0\u0a9f\u0ab0 \u0ab8\u0ac1\u0aa7\u0ac0 \u0aaa\u0ab9\u0acb\u0a82\u0a9a\u0ac0 \u0a97\u0aaf\u0ac1\u0a82 \u0a9b\u0ac7. \u0a97\u0a82\u0a97\u0abe \u0aa8\u0aa6\u0ac0 \u0aae\u0abe\u0a9f\u0ac7 \u0a96\u0aa4\u0ab0\u0abe\u0aa8\u0ac1\u0a82 \u0aa8\u0abf\u0ab6\u0abe\u0aa8 71.26 \u0aae\u0ac0\u0a9f\u0ab0 \u0a9b\u0ac7.","\u0aaa\u0abe\u0aa3\u0ac0\u0aa8\u0ac1\u0a82 \u0ab8\u0acd\u0aa4\u0ab0 \u0ab5\u0aa7\u0aa4\u0abe\u0a82 \u0a97\u0a82\u0a97\u0abe \u0a95\u0abf\u0aa8\u0abe\u0ab0\u0abe\u0aa8\u0abe \u0ab5\u0abf\u0ab8\u0acd\u0aa4\u0abe\u0ab0\u0acb\u0aae\u0abe\u0a82 \u0a9a\u0abf\u0a82\u0aa4\u0abe \u0ab5\u0aa7\u0ac0 \u0a9b\u0ac7.\u0a97\u0a82\u0a97\u0abe\u0aa8\u0abe \u0ab5\u0aa7\u0ac7\u0ab2\u0abe \u0a9c\u0ab3\u0ab8\u0acd\u0aa4\u0ab0\u0aa8\u0ac7 \u0a95\u0abe\u0ab0\u0aa3\u0ac7 \u0aaa\u0abe\u0aa3\u0ac0\u0aa8\u0acb \u0aac\u0ac7\u0a95\u0aab\u0acd\u0ab2\u0acb \u0a9c\u0acb\u0ab5\u0abe \u0aae\u0ab3\u0ac0 \u0ab0\u0ab9\u0acd\u0aaf\u0acb \u0a9b\u0ac7.","\u0ab5\u0ab0\u0ac1\u0aa3\u0abe \u0aa8\u0aa6\u0ac0\u0aa8\u0abe \u0a95\u0abf\u0aa8\u0abe\u0ab0\u0ac7 \u0a86\u0ab5\u0ac7\u0ab2\u0abe \u0a98\u0ab0\u0acb\u0aae\u0abe\u0a82 \u0aaa\u0abe\u0aa3\u0ac0 \u0a98\u0ac2\u0ab8\u0ab5\u0abe \u0ab2\u0abe\u0a97\u0acd\u0aaf\u0ac1\u0a82 \u0a9b\u0ac7. \u0a85\u0aa8\u0ac7\u0a95 \u0ab0\u0ab9\u0ac7\u0aa3\u0abe\u0a82\u0a95 \u0ab5\u0abf\u0ab8\u0acd\u0aa4\u0abe\u0ab0\u0acb\u0aae\u0abe\u0a82 \u0ab2\u0acb\u0a95\u0acb \u0aae\u0ac1\u0ab6\u0acd\u0a95\u0ac7\u0ab2\u0ac0\u0aa8\u0acb \u0ab8\u0abe\u0aae\u0aa8\u0acb \u0a95\u0ab0\u0ac0 \u0ab0\u0ab9\u0acd\u0aaf\u0abe \u0a9b\u0ac7.","\u0aa8\u0ac0\u0a9a\u0abe\u0aa3\u0ab5\u0abe\u0ab3\u0abe \u0ab5\u0abf\u0ab8\u0acd\u0aa4\u0abe\u0ab0\u0acb\u0aae\u0abe\u0a82 \u0aaa\u0abe\u0aa3\u0ac0 \u0aad\u0ab0\u0abe\u0ab5\u0abe\u0aa8\u0ac0 \u0ab8\u0acd\u0aa5\u0abf\u0aa4\u0abf \u0ab8\u0ab0\u0acd\u0a9c\u0abe\u0a88 \u0a9b\u0ac7.\u0a97\u0a82\u0a97\u0abe\u0aa8\u0abe \u0aaa\u0abe\u0aa3\u0ac0\u0aa8\u0ac0 \u0a85\u0ab8\u0ab0 \u0a85\u0aa8\u0ac7\u0a95 \u0a95\u0abf\u0aa8\u0abe\u0ab0\u0abe\u0aa8\u0abe \u0ab5\u0abf\u0ab8\u0acd\u0aa4\u0abe\u0ab0\u0acb\u0aae\u0abe\u0a82 \u0a9c\u0acb\u0ab5\u0abe \u0aae\u0ab3\u0ac0 \u0ab0\u0ab9\u0ac0 \u0a9b\u0ac7.","\u0ab5\u0abe\u0ab0\u0abe\u0aa3\u0ab8\u0ac0\u0aa8\u0abe \u0a95\u0ac7\u0a9f\u0ab2\u0abe\u0a95 \u0aae\u0a82\u0aa6\u0abf\u0ab0\u0acb\u0aae\u0abe\u0a82 \u0aaa\u0aa3 \u0aaa\u0ac2\u0ab0\u0aa8\u0ac1\u0a82 \u0aaa\u0abe\u0aa3\u0ac0 \u0a98\u0ac2\u0ab8\u0ac0 \u0a97\u0aaf\u0ac1\u0a82 \u0a9b\u0ac7.\u0a85\u0aa8\u0ac7\u0a95 \u0aa7\u0abe\u0ab0\u0acd\u0aae\u0abf\u0a95 \u0ab8\u0acd\u0aa5\u0ab3\u0acb \u0aaa\u0abe\u0aa3\u0ac0\u0aae\u0abe\u0a82 \u0aa1\u0ac2\u0aac\u0ac0 \u0a97\u0aaf\u0abe \u0ab9\u0acb\u0ab5\u0abe\u0aa8\u0ac0 \u0aae\u0abe\u0ab9\u0abf\u0aa4\u0ac0 \u0ab8\u0abe\u0aae\u0ac7 \u0a86\u0ab5\u0ac0 \u0a9b\u0ac7.","\u0a97\u0a82\u0a97\u0abe\u0aa8\u0abe \u0a9c\u0ab3\u0ab8\u0acd\u0aa4\u0ab0 \u0aaa\u0ab0 \u0ab5\u0ab9\u0ac0\u0ab5\u0a9f\u0ac0 \u0aa4\u0a82\u0aa4\u0acd\u0ab0 \u0ab8\u0aa4\u0aa4 \u0aa8\u0a9c\u0ab0 \u0ab0\u0abe\u0a96\u0ac0 \u0ab0\u0ab9\u0acd\u0aaf\u0ac1\u0a82 \u0a9b\u0ac7.\u0a97\u0a82\u0a97\u0abe\u0aa8\u0abe \u0a9c\u0ab3\u0ab8\u0acd\u0aa4\u0ab0\u0aae\u0abe\u0a82 \u0aa5\u0aa4\u0ac0 \u0a95\u0acb\u0a88\u0aaa\u0aa3 \u0ab5\u0aa7\u0a98\u0a9f \u0aaa\u0ab0 \u0aa4\u0a82\u0aa4\u0acd\u0ab0\u0aa8\u0ac0 \u0a96\u0abe\u0ab8 \u0aa8\u0a9c\u0ab0 \u0a9b\u0ac7.","\u0ab5\u0abe\u0ab0\u0abe\u0aa3\u0ab8\u0ac0\u0aae\u0abe\u0a82 \u0a97\u0a82\u0a97\u0abe\u0aa8\u0ac0 \u0ab8\u0acd\u0aa5\u0abf\u0aa4\u0abf\u0aa8\u0ac7 \u0a95\u0abe\u0ab0\u0aa3\u0ac7 \u0ab2\u0acb\u0a95\u0acb\u0aae\u0abe\u0a82 \u0a9a\u0abf\u0a82\u0aa4\u0abe \u0a85\u0aa8\u0ac7 \u0ab8\u0aa4\u0ab0\u0acd\u0a95\u0aa4\u0abe \u0aac\u0a82\u0aa8\u0ac7 \u0a9c\u0acb\u0ab5\u0abe \u0aae\u0ab3\u0ac0 \u0ab0\u0ab9\u0ac0 \u0a9b\u0ac7.\u0a95\u0abf\u0aa8\u0abe\u0ab0\u0abe\u0aa8\u0abe \u0ab5\u0abf\u0ab8\u0acd\u0aa4\u0abe\u0ab0\u0acb\u0aae\u0abe\u0a82 \u0ab0\u0ab9\u0ac7\u0aa4\u0abe \u0ab2\u0acb\u0a95\u0acb\u0aa8\u0ac7 \u0ab8\u0abe\u0ab5\u0a9a\u0ac7\u0aa4\u0ac0 \u0ab0\u0abe\u0a96\u0ab5\u0abe\u0aa8\u0ac0 \u0ab8\u0ab2\u0abe\u0ab9 \u0a86\u0aaa\u0ab5\u0abe\u0aae\u0abe\u0a82 \u0a86\u0ab5\u0ac0 \u0ab0\u0ab9\u0ac0 \u0a9b\u0ac7."]

Read Full Story arrow_forward