android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tamil Nadu :' બલ્લુ જેલ સે ફરાર' એક સાથે 17 કેદીઓ બહાનુ બતાવી થયા ફરાર, શોધખોળ શરૂ
calendar_today October 27, 2026

Tamil Nadu :' બલ્લુ જેલ સે ફરાર' એક સાથે 17 કેદીઓ બહાનુ બતાવી થયા ફરાર, શોધખોળ શરૂ

તમિલનાડુના થેની જિલ્લામાં આવેલી અંદિપટ્ટી નજીકની થેક્કમપટ્ટી સબ-જેલમાં સોમવારે મોડી રાત્રે જેલ બ્રેકની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક જ સેલમાં બંધ ૧૭ કેદીઓએ અચાનક બીમારી અને મેડિકલ ઈમરજન્સીનો ઢોંગ રચ્યો હતો. જ્યારે જેલ સ્ટાફ અને સુરક્ષા ગાર્ડ સ્થિતિની તપાસ કરવા સેલમાં પ્રવેસ્યા, ત્યારે તમામ કેદીઓએ તેમના પર એકસાથે હુમલો કરી દીધો હતો અને જેલ પરિસરમાંથી ફરાર થઈ ગયા હતા.જેલ ગાર્ડ ગંભીર રીતે ઘાયલ, 17સર્ચ ટીમો તૈનાતઆ હુમલામાં થેની જિલ્લા જેલના ગ્રેડ-II પોલીસ અધિકારી થંગાપંડીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક જી. વિલાક્કુ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય બે કર્મચારીઓને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. દક્ષિણ ઝોનના આઈજી વિજયેન્દ્ર બિદારીના જણાવ્યા અનુસાર, ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે ૧૭ ખાસ સર્ચ ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો સમગ્ર રાજ્યમાં અને કેરળ સરહદ નજીક કડક કોમ્બિંગ ઓપરેશન ચલાવી રહી છે. પોલીસની ઝડપી કાર્યવાહીના પરિણામે ચાર કેદીઓને ફરીથી પકડી લેવામાં સફળતા મળી છે, જ્યારે બાકીના ૧૩ કેદીઓની શોધખોળ ચાલુ છે. =ફરાર કેદીઓની યાદીપોલીસે જાહેર કરેલી માહિતી મુજબ ભાગી ગયેલા કેદીઓમાં લિંગમ, રાજા સિંઘંધર, કરુપ્પાસામી, સિલામ્બરાસન, તિરુપતિ, મેંજીસુંદરમ, સબરી, પોન મુથુ, નિજંથ, કાર્તિક રાજા, મુગીલન, સેલ્વા, તરુણ, રાજકુમાર, પ્રવીણ, મુથુ ઇલાંગો અને રાજુવીનનો સમાવેશ થાય છે.1995 પછી રાજ્યમાં આ પ્રકારની પ્રથમ ઘટનાતમિલનાડુના જેલ ઇતિહાસમાં 1995 પછીનો આ પ્રથમ કિસ્સો છે જ્યારે કેદીઓ આ રીતે ભાગવામાં સફળ રહ્યા હોય. આ અગાઉ 1995માં વેલ્લોર કિલ્લામાં સ્થિત ખાસ અટકાયત શિબિરમાંથી 43 શંકાસ્પદ LTTE આતંકવાદીઓ 153 ફૂટ લાંબી ટનલ ખોદીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે.આ પણ વાંચોઃ Nuclear Program: ઇરાને ફરી શરૂ કર્યો પરમાણુ કાર્યક્રમ? સેટેલાઇટ તસવીરોથી મોટો ખુલાસો!

Read Full Story arrow_forward
Ahmedabad News : બે માસૂમ જીવ ગયા છતાં પોલીસ ફરિયાદ કેમ નહીં? AMC ના બેદરકાર અધિકારીઓને કોણ છાવરી રહ્યું છે?
calendar_today October 27, 2026

Ahmedabad News : બે માસૂમ જીવ ગયા છતાં પોલીસ ફરિયાદ કેમ નહીં? AMC ના બેદરકાર અધિકારીઓને કોણ છાવરી રહ્યું છે?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત સોલા વિસ્તારના Sewage Treatment Plant (STP) ખાતે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સામે આવી છે. પ્લાન્ટમાં વેલ્ડીંગ અને સમારકામની કામગીરી દરમિયાન અચાનક ઝેરી ગેસનું ગળતર થતાં સાઇટ ઇન્ચાર્જ અને વેલ્ડરે પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં વેલ્ડીંગ સમયે સુરક્ષાના પૂરતા સાધનો (Safety Gear) ના અભાવ અને ગંભીર બેદરકારીના કારણે આ કરુણાંતિકા સર્જાઈ હોવાનું બહાર આવ્યું છે.મૃતકોના પરિવારોને 25-25 લાખનું વળતરઆ ગંભીર બનાવ બાદ શાસક પક્ષ અને AMC વહીવટી તંત્ર દ્વારા મૃતકોના આશ્રિત પરિવારોને રૂ. 25-25 લાખની આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત કામગીરીમાં બેદરકારી દાખવનાર HNB એન્જિનિયર્સ એજન્સીને રૂ. 3.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે, આટલી મોટી દુર્ઘટના ઘટી હોવા છતાં અજાણ્યા કે જવાબદાર અધિકારીઓ સામે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી, જેને લઈને તંત્રની નીતિ-રીતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.દુર્ઘટના છતાં સુરક્ષાના ધજાગરા, પ્લાન્ટ પર લોકો માટે બિન્દાસ એન્ટ્રીસૌથી ચોંકાવનારી બાબત એ છે કે 2 લોકોના મોત થયા હોવા છતાં સોલા STP પ્લાન્ટ ખાતે હજુ પણ બેદરકારીના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ રહ્યા છે. પ્લાન્ટ પર સામાન્ય નાગરિકોના પ્રવેશ પર સખત પ્રતિબંધ હોવા છતાં લોકો ત્યાં 'પ્રવાસન સ્થળ' ની જેમ મુક્તપણે ફરી રહ્યા છે. સુરક્ષાના નિયમોના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે ત્યારે સવાલ એ ઉઠે છે કે બેદરકાર અધિકારીઓ અને જવાબદારોને કોણ છાવરી રહ્યું છે?આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' સુપર હિટ, છેલ્લા 2 વર્ષમાં 21 આરોપીઓ પર ફાયરિંગ, ગુનેગારોમાં ભારે ફફડાટ!

Read Full Story arrow_forward
Gandhinagar: ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 સિનિયર GAS અધિકારીઓ ઘરભેગા; જોઈન્ટ કમિશનર અને MD ની તાત્કાલિક હકાલપટ્ટી
calendar_today October 27, 2026

Gandhinagar: ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 સિનિયર GAS અધિકારીઓ ઘરભેગા; જોઈન્ટ કમિશનર અને MD ની તાત્કાલિક હકાલપટ્ટી

ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રને સ્વચ્છ, પારદર્શક અને ગતિશીલ બનાવવા માટે શરૂ કરાયેલા વિશેષ અભિયાન ‘ઓપરેશન ગંગાજળ’ હેઠળ વધુ એક આકરો સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે પોતાની કાનૂની સત્તાનો ઉપયોગ કરીને ગુજરાત વહીવટી સેવા (GAS) સિનિયર સ્કેલના વધુ બે વરિષ્ઠ અધિકારીઓને જાહેર હિતમાં સમય પૂર્વે ફરજિયાત નિવૃત્ત કરી ઘરભેગા કરી દીધા છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા લેવાયેલા આ કડક નિર્ણયના પગલે સચિવાલયથી લઈને રાજ્યની સમગ્ર અમલદારશાહીમાં ભારે ફફડાટ અને સન્નાટો વ્યાપી ગયો છે.આ બે સિનિયર અધિકારીઓ સામે થઈ લાલ આંખડી.આઈ. ભગલાણી (D.I. Bhaglani - GAS સિનિયર સ્કેલ) તેઓ ગાંધીનગર ખાતે જોઈન્ટ કમિશનર (Joint Commissioner) તરીકે કાર્યરત હતા. તેમના કાર્યકાળ દરમિયાનની કામગીરી અને સેવાકીય રેકોર્ડની ચકાસણી બાદ સરકારે તેમને તાત્કાલિક અસરથી સમય પહેલાં નિવૃત્ત કરવાનો આદેશ કર્યો છે. જે.એમ. તુવર (J.M. Tuvar - GAS સિનિયર સ્કેલ)તેઓ ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સામે પણ વહીવટી નિયમો મુજબ પગલાં લઈને મુદત પૂર્વે જ નિવૃત્તિ આપી દેવામાં આવી છે.શું છે ‘ઓપરેશન ગંગાજળ’ અને કેમ લેવાયો નિર્ણય?ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ (GCSR) ની કલમો હેઠળ રાજ્ય સરકારને સત્તા છે કે જે અધિકારીઓની કામગીરી શંકાસ્પદ હોય, ભ્રષ્ટાચારના આક્ષેપો હોય કે વહીવટી રીતે બિનકાર્યક્ષમ સાબિત થયા હોય તેમને 50 કે 55 વર્ષની વય વટાવ્યા બાદ જાહેર હિતમાં ફરજિયાત નિવૃત્ત કરી શકાય છે. ઉચ્ચ સચિવોની બનેલી કમિટી દ્વારા અધિકારીઓના છેલ્લા કેટલાક વર્ષોના કોન્ફિડેન્શિયલ રિપોર્ટ્સ (CR), વિજિલન્સ તપાસો અને પ્રજાકીય ફરિયાદોનું બારીકાઈથી ઓડિટ કરવામાં આવ્યું હતું, જેમાં બંને અધિકારીઓની કામગીરી સંતોષકારક ન જણાતાં તેમને સમય પહેલાં ઘરભેગા કરવાનો આખરી ફેંસલો લેવાયો હતો. આ કાર્યવાહી દ્વારા સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી તંત્રમાં કોઈપણ સ્તરે ભ્રષ્ટાચાર, નિષ્ક્રિયતા કે પ્રજાના કામોમાં બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.આ પણ વાંચો: Una: સોનાના દાગીનાની લાલચે માનવતા શરમાવી; પરિવાર સાથે આંસુ સારનારી ભાણેજ વહુ જ હત્યારી નીકળી!

Read Full Story arrow_forward