android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch : પાઇપલાઇન લીકેજ અને આગની ઘટનામાં બચાવ કામગીરીની મોકડ્રીલ યોજાઈ
calendar_today October 25, 2026

Bharuch : પાઇપલાઇન લીકેજ અને આગની ઘટનામાં બચાવ કામગીરીની મોકડ્રીલ યોજાઈ

ઔદ્યોગિક અકસ્માત સમયે તંત્રની સજ્જતા અને ઇમરજન્સી સેવાઓની કામગીરી ચકાસવાના હેતુથી વાગરા તાલુકાના દહેજ સ્થિત ONGC-OPALખાતે લેવલ-3ની મોક એક્સરસાઇઝ યોજાઈ હતી. પાઇપલાઇનમાં નેપ્થા લીકેજ અને ત્યારબાદ આગ લાગવાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ કવાયત હાથ ધરવામાં આવી હતી. મોક ડ્રિલ દરમિયાન ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગોની ટીમો સક્રિય બની હતી. વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર પહોંચી આગ નિયંત્રણ, રાહત-બચાવ કામગીરી તથા અસરગ્રસ્તોને તબીબી સારવાર આપવાની પ્રક્રિયાનું નિદર્શન કર્યું હતું. આ કવાયત દ્વારા આપત્તિ સમયે ઝડપી પ્રતિસાદ અને વિભાગો વચ્ચેના સંકલનની ચકાસણી કરવામાં આવી હતી. ઔદ્યોગિક એકમો અને પાઇપલાઇનમાં સર્જાતી કટોકટીની પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવા, આગ પર કાબૂ મેળવવા તથા બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવા માટેની તૈયારીઓનું મૂલ્યાંકન કરવું આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય હતો. આ મોક એક્સરસાઇઝમાં મામલતદાર (ડિઝાસ્ટર), જિલ્લા ડિઝાસ્ટર પ્રોજેક્ટ ઓફ્સિર (DPO), પોલીસ ઇન્સ્પેક્ટર, આરોગ્ય વિભાગની ટીમ, 108 ઇમરજન્સી સેવા, ફાયર બ્રિગેડ તેમજ ONGC-OPALના ઉચ્ચ અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફે ભાગ લીધો હતો. આ પ્રકારની મોક ડ્રિલથી ઔદ્યોગિક વિસ્તારોમાં સંભવિત આપત્તિઓનો સામનો કરવા માટે તંત્રની તૈયારીઓ ચકાસવામાં અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવામાં મદદ મળે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch : સિકોતર માતા, હનુમાનજી અને ગણપતિજીની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાઈ
calendar_today October 25, 2026

Bharuch : સિકોતર માતા, હનુમાનજી અને ગણપતિજીની મૂર્તિ પ્રતિષ્ઠા યોજાઈ

ભરૂચ નજીક નર્મદા નદીના કિનારે આવેલા નવા તવરા ગામમાં વહાણવટી સિકોતર માતાજી, હનુમાનજી દાદા અને ગણપતિ બાપાના નવનિર્મિત મંદિર ખાતે શરદ પૂર્ણિમાના પાવન અવસરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગના ભાગરૂપે આજે જૂના તવરા ગામના શ્રી પંચદૈવી મંદિરથી નવા તવરા સુધી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જૂના તવરા સ્થિત શ્રી પંચદૈવી મંદિરેથી પ્રસ્થાન કરેલી શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ નવા તવરા ગામમાં પ્રવેશી હતી. શોભાયાત્રામાં માતાજી અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં જૂના તવરા અને નવા તવરા ગામના ગ્રામજનો જોડાયા હતા. સાંજે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. નવા તવરા ગામે નર્મદા નદીના કિનારે નવનિર્મિત મંદિરમાં આવતીકાલે શરદ પૂર્ણિમાના દિવસે સવારે 9 વાગ્યે વહાણવટી સિકોતર માતાજી, હનુમાનજી દાદા અને ગણપતિ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાનો ધાર્મિક કાર્યક્રમ યોજાશે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બંને ગામોમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા આ ધાર્મિક ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ પરંપરા, આસ્થા અને સામૂહિક એકતાનો પરિચય કરાવવામાં આવી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada : દેડિયાપાડામાં આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી
calendar_today October 25, 2026

Narmada : દેડિયાપાડામાં આરએસએસ દ્વારા વિજયાદશમી ઉત્સવની ઉજવણી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, દેડિયાપાડા તાલુકા દ્વારા પરંપરાગત રીતે વિજયાદશમી ઉત્સવની ઉજવણી તા. 25 ના રોજ કરાઇ હતી. સંઘની સ્થાપના વિજયાદશમીના પાવન પર્વે થઈ હોવાથી તેનું વિશેષ અને ઐતિહાસિક મહત્વ રહ્યું છે.આ વર્ષે પણ શક્તિ આરાધના, શસ્ત્રપૂજન અને પથ સંચલન સહિતના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જે પ્રસંગે પથ સંચલન કરાયું હતું. દેડિયાપાડાની એ. એન. બારોટ હાઇસ્કૂલથી દેડિયાપાડા લીબડા ચોક થઈ દેડિયાપાડા મુખ્ય બજારમાં થઈને દેડિયાપાડા ચાર રસ્તા સર્કલ થઈને નગરના વિવિધ માર્ગો ઉપર આરએસએસના સ્વયં સેવકો વાજા બેન્ડ સાથે તેમની શોભાયાત્રા નીકળી હતી. જેનું નગરજનો દ્વારા ફૂલોથી સ્વાગત કર્યું હતું. પ.પૂ. શ્રી રામેશ્વર મહારાજ ગાદીપતિ, શ્રી રામજી મંદિર, શબરી આશ્રમ, દેડિયાપાડા દ્વારા હિન્દુ ધર્મ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તથા ભરૂચ વિભાગના અમિત પંચાલ જે પર્યાવરણ અને કુટુંબના પ્રબોધન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે પરંપરાગત રીતે શસ્ત્રપૂજા અર્ચના કરાઇ હતી. જે પ્રસંગે રામેશ ગુરૂજી, કાલીદાસ વસાવા સહિત આરએસએસના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward