android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Anand: નિસરાયાથી વલાસણ મેલડી માતાજીનાં મંદિરની પગપાળા યાત્રા
calendar_today October 25, 2026

Anand: નિસરાયાથી વલાસણ મેલડી માતાજીનાં મંદિરની પગપાળા યાત્રા

બોરસદ તાલુકાના નિસરાયા ગામથી આજે રવિવારે વહેલી સવારે 8 વાગ્યે માં મેલડીના ધામ વલાસણ પગપાળા સંઘ નીકળ્યો હતો. 52 ગજની ધજા સાથે ભવ્ય પગપાલા સંઘમાં બોરસદ તાલુકામાંથી ગામેગામના યુવાનો, મહિલાઓ, વડીલો, વયોવૃદ્ધો સહિત મોટીસંખ્યામાં ભાવિકો યાત્રામાં જોડાયા હતા. પદયાત્રા નિસરાયા ગામના તળાવ પાસેના ચોકથી પ્રસ્થાન થઈને બોરસદ શહેરના એસટી બસ સ્ટેન્ડથી દેદરડા-નાપા-મેઘવા-ગાના થઇને 28 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને કરમસદ નગરથી વલાસણ ગામ ખાતેના સુપ્રસિધ્ધ મેલડી માતાજીના મંદિરે ડીજેના તાલ સાથે માતાજીની આરાધના અને ઉપાસના કરતા કરતા બપોરે 1.30 કલાકે મંદિરે પહોંચી હતી. હતા. મંદિરના પુજારીએ યાત્રાનું સ્વાગત કર્યુ હતું. યાત્રામાં નિસરાયા ગામના વતની અને વિદેશની ધરતી ઉપર અમેરિકા ખાતે ઉદ્યોગ સ્થાપનાર પ્રથમ ભારતીય અને દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ઓલ રાઉન્ડર સ્ટુડન્ટનો એવોર્ડ મેળવનાર ચરોતરના ભમાશા 86 વર્ષિય મેકદાદા પણ યાત્રામાં જોડાઇને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા. તેઓએ પણ માતાજીની આરતી કરીને 52 ગજની ધજા ચઢાવીને ધન્યતા અનુભવી હતી. યાત્રામાં 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. યાત્રામાં સ્વયંભુ મહેરામણ ઉમટતા યાત્રા ઐતિહાસિક બની છે.યાત્રા દરમિયાન નાપા ગામે ડેપ્યુટી સરપંચ વહીદ કાજીએ મેકદાદાનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. યાત્રા બોરસદ શહેરમાં પહોંચતા જ ઠેર ઠેર ટ્રાફિકજામ અને અદ્ભુતપુર્વક માનવ મહેરામણ જોવા મળ્યું હતું. બોરસદ તાલુકાના ઇતિહાસમાં સૌપ્રથમવાર વિજયસિંહ રાજે એક શ્રાદ્દા, એક શક્તિ, એક જયઘોષ સાથે ભવ્ય પગપાળા યોજતા તાલુકા ઉપરાંત રૂટના અનેક ગામોના લોકો પણ પદયાત્રામાં સ્વયંભુ જોડાયા હતા. શરદપૂર્ણિમાના પાવન પર્વે માતાજીના દર્શનનો લાભ લઇને લોકોએ ધન્યતા વ્યક્ત કરી છે. યાત્રાના રૂટમાં ઠેર ઠેર ગામેગામ લોકોએ યાત્રાનું ભવ્ય સ્વાગત કરીને યાત્રાના આયોજક વિજયસિંહ રાજ અને યાત્રામાં જોડાયેલા મેકદાદાનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યુ હતું. યાત્રામાં જોડાયેલા યાત્રીકો માટે પીવાના પાણી, છાશ ની સુવિદ્યા તેમજ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સવાન અને માતાજીનાં મંદિર પર બાવન ગજની ધજા અર્પણ કર્યા બાદ યાત્રીકો માટે વલાસણ ખાતે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. યાત્રામાં શ્રાદ્ધાળુઓમાં માતાજીના દર્શન અને ધ્વજારોહણનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર માર્ગ યાત્રામય બન્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે બોરસદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વિજયસિંહ રાજ તેમજ યુવાનોની ટીમ દ્વારા આયોજિત નિસરાયા ગામથી વલાસણની ધાર્મિક પદયાત્રામાં સ્વયંભુ મોટીસંખ્યામાં 10 હજારથી વધુ લોકો યાત્રામાં જોડાતા યાત્રાનું આયોજન સફળ રહ્યુ હોવાની નોંધ માત્ર બોરસદ તાલુકામાં જ નહી પરંતુ સમગ્ર ચરોતર પ્રદેશમાં આણંદ અને ખેડા બન્ને જિલ્લામાં લેવાઇ હોવાનું જાણવા મળ્યુ છે. આ ઉપરાંત આણંદ જિલ્લાના રાજકીય ક્ષેત્રમાં યાત્રાને લઇને અનેક ચર્ચા અને અટકળો વહેતી થઇ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Nadiad: ડભાણ SOG ખાતે નેશનલ બાઈક રેલીનું પુષ્પવર્ષા સાથે સ્વાગત
calendar_today October 25, 2026

Nadiad: ડભાણ SOG ખાતે નેશનલ બાઈક રેલીનું પુષ્પવર્ષા સાથે સ્વાગત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2029 સુધીમાં ભારતમાંથી નશાને નાબુદ કરી દેવાના સંકલ્પને સાકાર કરવા માટે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નેશનલ બાઈક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલીમાં સીઆરપીએફ, બીએસએફ, એનએસજી, એનઆઈએ, આઈટીબીપી, એનસીબી, વિવિધ એજન્સીઓ તથા વિવિધ રાજ્ય પોલીસ દળના જવાનોને સમાવિષ્ટ કરતાં 200 બાઈક રાઈડર્સે ભારતના લેહ લદાખથી રેલીનું પ્રસ્થાન કર્યું હતું. જે રેલી ભારતના વિવિધ રાજ્યોમાંથી પસાર થઈને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી પસાર થઈ ખેડા જિલ્લામાં પણ આગમન થવાનું હોઈ ખેડા જિલ્લાના પોલીસ વડા વિજય પટેલ દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવાની સુચના આપી હતી. જેને લઈને ખેડા જિલ્લા પોલીસ દ્વારા નડિયાદ ડભાણ રોડ પર આવેલ એસઓજી ખાતે રેલીનું પુષ્પવર્ષા અને પોલીસ બેંડ દ્વારા ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ખેડા જિલ્લા પોલીસ ઉપરાંત વિદ્યાર્થીઓ, નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઉપસ્થિત સૌને નશામુક્ત ભારત અભિયાનના સંકલ્પ વિશે સમજ અને સહકાર આપવા અપિલ કરી હતી. કાર્યક્રમ બાદ ખેડા જિલ્લાના પોલીસ અધિકારીઓએ નેશનલ બાઈક રેલીને એકતાનગર કેવડીયા તરફ જવા માટે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 

Read Full Story arrow_forward
Kheda: મહેમિયાદ તાલુકાના ખાત્રજ ગામે બાવળનાં ઝાડ સગેવગે કરવાના કારસાથી ખળભળાટ
calendar_today October 25, 2026

Kheda: મહેમિયાદ તાલુકાના ખાત્રજ ગામે બાવળનાં ઝાડ સગેવગે કરવાના કારસાથી ખળભળાટ

ખેડા જિલ્લામાં મહેમિયાદ તાલુકાના ખાત્રજ ગામમાં ગ્રામ પંચાયતના સત્તાવાર લેટરપેડ પર તલાટી અને સરપંચની કથિત ખોટી સહીઓ કરીને ગામની સીમમાં પડેલાં બાવળનાં ઝાડ કોઈ હરરાજી કે કાયદેસરની પ્રક્રિયા વિના મફ્તમાં લઈ જવાની મંજૂરી અપાઈ હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. ગત 2 ઓક્ટોબરના રોજ કાળાભાઈ ઉદાભાઈ સોઢાને બાવળનાં ઝાડ લઈ જવા માટે લેટરપેડનો ઉપયોગ થયાનું સામે આવ્યું છે. જોકે, તલાટી અને સરપંચ બંનેએ લેટરપેડનો ઉપયોગ પોતે કર્યો ન હોવાનું જણાવ્યું હોવાના કારણે સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. પંચાયતના સત્તાવાર દસ્તાવેજનો ઉપયોગ કોણે અને કયા અધિકારથી કર્યો, તે અંગે હવે જવાબદારી નક્કી કરવાની પણ માગ ઊઠવા પામી છે.આ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર, ખાત્રજ ગ્રામ પંચાયતના લેટરપેડ પર તલાટી અને સરપંચની સહીઓ દર્શાવી ગામની સીમમાં પડેલાં બાવળનાં ઝાડ લઈ જવા માટે મંજૂરીપત્ર જેવો દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ અંગે તલાટીએ જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેઓ ગામના લેટરપેડનો ઉપયોગ કરતા નથી અને નોટિસ સહિતનાં સરકારી કામો માટે પંચાયતના કમ્પ્યુટરમાંથી સીધી લેટરપેડની નકલ કાઢે છે. બીજી તરફ્ સરપંચે પણ પોતે આ લેટરપેડનો ઉપયોગ કર્યો ન હોવાનું જણાવ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો બંને જવાબદાર પદાધિકારીઓએ લેટરપેડનો ઉપયોગ કર્યો નથી, તો તેમના નામે સહીઓ કોણે કરી અને દસ્તાવેજ તૈયાર કરવાની સત્તા કોને આપી? શું પંચાયતના સત્તાવાર લેટરપેડનો અન્ય કામોમાં પણ આવો જ દુરુપયોગ થયો છે? આ બાબતની તપાસ અનિવાર્ય બની છે. જો સહીઓ ખોટી હોવાનું અને દસ્તાવેજનો ગેરકાયદે ઉપયોગ થયાનું પુરવાર થાય, તો ભારતીય ન્યાય સંહિતા, 2023ની બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને તેનો ઉપયોગ કરવા સંબંધિત જોગવાઈઓ લાગુ પડતી હોય તો તેની હેઠળ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. સરકારી સંપત્તિની હરાજી કે નિકાલ માટે લાગુ નિયમોનું પાલન થયું હતું કે નહીં, તેની પણ તપાસ થવી જોઈએ. ઉચ્ચ અધિકારીઓ દ્વારા મૂળ લેટરપેડ, પંચાયતના રેકોર્ડ, મંજૂરીપત્ર અને સંબંધિત સહીઓની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર વ્યક્તિ સામે કડક પગલાં ભરવાની માગ ઊઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward