android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahudha : ગાયને બચાવવા જતાં 108 એમ્બ્યુલન્સને અકસ્માત થયો
calendar_today October 26, 2026

Mahudha : ગાયને બચાવવા જતાં 108 એમ્બ્યુલન્સને અકસ્માત થયો

મહુધા કોર્ટ સામે રસ્તા પર અચાનક આવેલી ગાયને બચાવવાના પ્રયાસમાં 108 એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની હતી. અલીણા ગામના દર્દીને મહુધા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડીને પરત ફરી રહેલી એમ્બ્યુલન્સને આ અકસ્માત નડયો હતો. ઘટનામાં એમ્બ્યુલન્સને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મહુધા તાલુકાના અલીણા ગામના એક દર્દીની તબિયતને ધ્યાનમાં રાખીને તેને 108 એમ્બ્યુલન્સ મારફ્તે મહુધા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. દર્દીને હોસ્પિટલમાં પહોંચાડયા બાદ એમ્બ્યુલન્સ પરત ફરી રહી હતી. દરમિયાન મહુધા કોર્ટ સામે પહોંચતાં જ રસ્તા પર અચાનક ગાય આવી જતાં ચાલકે તેને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. જોકે, આ પ્રયાસ દરમિયાન એમ્બ્યુલન્સ અકસ્માતનો ભોગ બની હતી અને વાહનને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે દર્દીને હોસ્પિટલમાં ખસેડયા બાદ આ ઘટના બની હતી. રસ્તા પર રખડતાં પશુઓના કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ સતત રહેતું હોય છે. ખાસ કરીને વ્યસ્ત માર્ગો પર અચાનક રસ્તા વચ્ચે આવી જતાં પશુઓને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે. આ ઘટનાએ ફરી એકવાર રખડતાં પશુઓની સમસ્યા અને માર્ગ સલામતી અંગે સવાલો ઊભા કર્યા છે. નગર વિસ્તારમાં રખડતાં પશુઓને નિયંત્રિત કરવા તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઊઠે તેવી સ્થિતિ સર્જાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand : પેટલાદ તાલુકાના પંડોળ ગામની દૂધ મંડળીનો વહીવટ યુવા પેઢીના હાથમાં
calendar_today October 26, 2026

Anand : પેટલાદ તાલુકાના પંડોળ ગામની દૂધ મંડળીનો વહીવટ યુવા પેઢીના હાથમાં

પેટલાદની પંડોળી ની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની યોજાયેલી રસાકસીભરી ચૂંટણી બાદ મંડળીની સંચાલન ધુરા નવા ચહેરાઓના ફાળે ગઈ છે. અંદાજે રૂા. 10 કરોડ જેટલી માતબર રકમનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી આ દૂધ મંડળીની ચૂંટણીનો જંગ જીતવા માટે બે જૂથોએ ઝંપલાવ્યું હતું. 11 બેઠકો માટે 30 ઉમેદવારોએ ઝંપલાવતા આ ચૂંટણી જંગ રસાકસીભર્યો બન્યો હતો. જેમાં 9 સામાન્ય બેઠકો માટે ર6 અને બે સ્ત્રી અનામત બેઠકો સામે 4 મહિલાઓએ ઉમેદવારી નોંધાવી હતી. મતદાન પ્રક્રિયા અને તે બાદના પરિણામોમાં મતદારોએ મોટાભાગે યુવાનો પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. સામાન્ય વર્ગની 9 બેઠકો પર કાંતિભાઈ પૂનમભાઈ ચૌહાણ, શનાભાઈ મોતીભાઈ સોલંકી, અશોકભાઈ ઈશ્વરભાઈ સોલંકી, ગણપતભાઈ ચતુરભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ હાથીભાઈ ચૌહાણ, માધવસિંહ ફુલાભાઈ સોલંકી (એડવોકેટ), નવિનચંદ્ર જીવાભાઈ ગોહેલ, વિક્રમભાઈ ભારતભાઈ સોલંકી અને અર્જુનભાઈ લલ્લુભાઈ સોલંકી વિજેતા નિવડયા હતા. જ્યારે મહિલા અનામત બેઠકો પર નંદાબેન જગદીશભાઈ સોલંકી (ભરત નાયર) અને ભાવનાબેન અલ્પેશભાઈ સોલંકી (દલો)એ વિજય મેળવી દૂધ મંડળીની કમિટીમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયા બાદ મંડળના હોદેદારોની પસંદગી માટે મળેલી બેઠકમાં ચેરમેન તરીકે માધવસિંહ એફ. સોલંકી અને નંદાબેન જે. સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી પામ્યા હતા. ચૂંટાયેલા સૌ સભ્યોએ દૂધ ઉત્પાદકોના આર્થિક હિતોનું જતન કરવાનજી અને સંસ્થાને ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરાવવા માટે સમર્પણભાવથી કાર્ય કરવા જણાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરોPandoli, Milk , Election, Anand

Read Full Story arrow_forward
Vallabh vidyanagar : એસ.એમ.પટેલ કોલેજમાં રોલ-પ્લે યોજાયું
calendar_today October 26, 2026

Vallabh vidyanagar : એસ.એમ.પટેલ કોલેજમાં રોલ-પ્લે યોજાયું

ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ.અમ.પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ ઓટોનોમસના માનવ વિકાસ અને કૌટુંબિક અભ્યાસ વિભાગ દ્વારા વિવિધ લગ્ન પરંપરાઓની ઉજવણી -રોલ-પ્લે યોજાયુ હતું. કાર્યક્રમનું આયોજન આચાર્ય ડૉ.ભાવના ચૌહાણના વડપણ હેઠળ ડૉ.વંદના મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. રોલ પ્લેમાં વિદ્યાર્થીઓએ હિંદુ લગ્ન, પંજાબી લગ્ન, મુસ્લિમ લગ્ન અને ખ્રિસ્તી લગ્ન પરંપરાઓનું જીવંત નિરૂપણ કર્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિવિધ સમુદાયોની લગ્ન પરંપરાઓનો પ્રત્યક્ષ અનુભવ તથા વિવિધ સંસ્કૃતિઓ પ્રત્યે સમજ, સ્વીકાર અને સન્માનની ભાવના વિકસાવવાનો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward